કોડીનાર તાલુકાના ઘાટવડ ગામમાં શિંગોડા નદીની કેનાલ પર આવેલો પુલ અત્યંત જર્જરિત હાલતમાં પહોંચ્યો છે. ગામને કોડીનાર-અમરેલી સ્ટેટ હાઈવે સાથે જોડતો આ પુલ અવરજવરનો મુખ્ય માર્ગ છે. પુલ ઉપરથી સામાન્ય દેખાતો હોવા છતાં નીચેના ભાગમાં સિમેન્ટના મોટા પોપડા ખસી રહ્યા છે અને લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. પુલની હાલતને લઈને ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે અને તાત્કાલિક મરામતની માંગ ઉઠી છે.






































