લીલીયામોટા ગામમાં સ્વચ્છતા વ્યવસ્થાને લઈને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામના વિવિધ
વિસ્તારોમાં કચરાના ઢગલા તેમજ તૂટેલી અને ઊંધી કચરાપેટીઓ જોવા મળતી હોવાની ફરિયાદો ઉઠી છે. કચરો સમયસર ઉપાડવામાં ન આવતાં ગંદકી વધતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. કચરામાં રહેલું પ્લાસ્ટિક રખડતા પશુઓ ખાઈ જતાં તેમના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સફાઈ કર્મચારીઓના જણાવ્યા મુજબ, ગલીઓમાંથી એકત્ર કરાયેલો કચરો સમયસર ઉપાડવા માટે પંચાયતનું વાહન ઉપલબ્ધ ન થતું હોવાના કારણે કચરો પડેલો રહે છે. ગામમાં કેટલાક સ્થળોએ કચરો સળગાવવામાં આવતો હોવાના પણ આક્ષેપો થયા છે. પ્લાસ્ટિક સળગાવવાથી ધુમાડો અને દુર્ગંધ ફેલાતી હોવાની ફરિયાદ છે. ગ્રામ પંચાયતના પાછળના ભાગે તેમજ કન્યા શાળાના ગેટ નજીક પણ કચરાના ઢગલા હોવાની રજૂઆત થઈ છે. પંચાયત તંત્ર દ્વારા નિયમિત સફાઈ, કચરાના સમયસર પરિવહન અને યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.