અમરેલીના લાઠી ખાતે ૨૫ ઓગસ્ટના રોજ સવારે ૧૧ વાગ્યે મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. સામૂહિક કે નીતિ વિષયક સિવાયના સરકારી બાકી કામોના પ્રશ્નો માટે નાગરિકો ૧૦ ઓગસ્ટ સુધીમાં બપોરે ૩ વાગ્યા સુધી રૂબરૂ અથવા પોસ્ટ મારફતે અરજી મોકલી શકશે. અરજી પર “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’’ લખવું જરૂરી છે, તેમ લાઠી તાલુકા મામલતદારે જણાવ્યું છે.









































