લાઠીમાં રહેતા અને મૂળ માલવીયા પીપરીયા ગામના પ્રૌઢે બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત થયું હતું. આ અંગે લીલાબેન ભીખાભાઈ લાઠીયા (ઉ.વ. ૭૦)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ ભીખાભાઈ ઠાકરશીભાઈ લાઠીયા (ઉ.વ. ૭૨)ને છેલ્લા છ માસથી કિડનીની બીમારીના કારણે પેટમાં પાણી ભરાતું હતું. આ સાથે જ તેઓ ઘણા સમયથી ડાયાબિટીસની બીમારીથી પણ પીડાતા હતા, જેનાથી કંટાળી જઈને તેમણે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મરણ નીપજ્યું હતું. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. કે. રાઠોડ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.








































