લાઠીના મતીરાળા ગામની યુવતી બ્યુટી પાર્લર કોર્સનું સર્ટિફિકેટ લેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ લાપતા બની હતી. બનાવ અંગે વિપુલભાઇ ઉકાભાઇ ધોડાસરા (ઉ.વ.૫૦) એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી પલકબેન (ઉ.વ.૨૨) એ અમરેલી ખાતે એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો હતો. તેનું સર્ટિફિકેટ લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ તે પરત ફરી નહોતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. પી. ડોડિયા વધુ તપાસ કરી રહ્યા છે.