ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા બાદ એસઆઇઆરના મુદ્દે ફરી એકવાર દેશમાં રાજકીય જંગ છેડાઈ ગયો છે. દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી માટે ભારતની જનતાની માફી માંગવાનો સમય આવી ગયો છે. “તમે વારંવાર ચૂંટણી પંચ પર હુમલો કર્યો અને આરોપ લગાવ્યો કે મુખ્ય ચૂંટણી કમિશનર એકપક્ષીય નિર્ણયો લે છે, પરંતુ ગઈકાલે સમગ્ર પંચે સર્વાનુમતે સ્પષ્ટ કર્યું કે બધા નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવે છે.”કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આરોપ લગાવતા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું, “તમે લોકોના મનમાં મૂંઝવણ કેમ ઉભી કરવાનો પ્રયાસ કર્યો? તમારો આધાર શું હતો? તમે ચૂંટણી પંચ પર શા માટે હુમલો કર્યો? રાહુલ ગાંધી એક પછી એક સંસ્થાઓ પર હુમલો કરી રહ્યા છે. જ્યારે પણ તેઓ ચૂંટણી હારતા હોય, પછી ભલે તે બંગાળ, આસામ કે અન્યત્ર હોય, તેઓ તરત જ આ પ્રકારનું નાટક શરૂ કરે છે. લોકો તેમને જાઈ રહ્યા છે, અને તમે જાશો કે જનતા તેમને સતત સજા કરશે.”
બીજી તરફ, કોંગ્રેસ સરકાર અને ચૂંટણી પંચ સામે રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર મોટો હુમલો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી અને શાહે કુમાર દ્વારા મેચ ફિÂક્સંગની વ્યવસ્થા કરી હતી. જા કે, ભાજપે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. ભાજપ પ્રમુખ નીતિન નવીને જણાવ્યું હતું કે જીંઇ અંગે મતદારોને ગેરમાર્ગે દોરવાનું કાવતરું ખુલ્લું પડી ગયું છે. કોંગ્રેસ બંધારણીય સંસ્થાઓ પર હુમલો કરવા માટે જુઠ્ઠાણાનો ઉપયોગ કરી રહી છે.
દરમિયાન, ચૂંટણી પંચને લગતી અટકળો પર આખરે વિરામ લાગી ગયો છે. ગયા શનિવારે ચૂંટણી પંચની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર એસએસ સંધુ અને વિનીત જાશી સાથે બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન, એસઆઇઆર પ્રક્રિયા અંગે મતભેદો અંગેની અટકળો પર વિરામ લાગ્યો છે. એસઆઇઆર અંગે મતદારોની ચિંતાઓને દૂર કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, ત્રણ ચૂંટણી કમિશનરોની સંમતિથી જારી કરાયેલી પ્રેસ નોટમાં એસઆઇઆર અંગેના નિર્ણયો, નવા મતદારો માટે ફોર્મ ૬ માં સુધારો અને બે ચૂંટણી કમિશનરો દ્વારા કેબિનેટ સચિવને લખાયેલા પત્ર અંગેની મૂંઝવણ દૂર થઈ હતી. વિવાદ ફાટી નીકળ્યા પછી પહેલી વાર મળેલા સંપૂર્ણ ચૂંટણી પંચે કુલ ૯ નિર્ણયો લીધા, જેમાંથી પાંચ સીધા ચાલુ જીંઇ પ્રક્રિયામાં મતદારોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા સંબંધિત હતા. અગાઉ, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે પવન ખેરા કેસ અંગે કાયદો પોતાનું કામ કરશે.