એક સિંધના રાજાને ત્યાં રૂપવાન કન્યાનો જન્મ થયો તેની કુંડળી પરથી જાષ જાવાયો. જાષીના કહેવા મુજબ કન્યાનું મોઢુ જા તેના પિતા જાવા આવશે તો તેનું રાજપાટ નાશ પામશે એથી રાજાએ કન્યાને જંગલમાં છોડી દીધી. હવે ત્યાં માટી ખોદતા કુંભારને જાવામાં આવી એણે ઘરે લાવીને ઉછેરીને મોટી કરી.
થોડા દિવસ બાદ કુંભાર મજેવડી (જૂનાગઢ) ગામે આવીને રહ્યાં ઉમર થતા એ કન્યાનાં રૂપ રંગ ખીલી ઉઠ્યા – કન્યાની જુવાનીમાં એવું રૂપ ખીલ્યું કે જેનો જાટો ન જડે. આ કન્યા એટલે રાણકદેવી. રાણકદેવીના રૂપની વાત ભારે ફેલાઈ ત્યારે સિધ્ધરાજે રાણકદેવીને પરણવાનો નિર્ધાર કર્યો અને કુંભાર પાસે રાણકદેવીનું માગુ નાખ્યુ, તો કુંભારે માંગુ સ્વીકાર્યું.
પછી તો સિધ્ધરાજ તેને પરણવા પાટણથી નીકળ્યો પણ જુનાગઢનો રા ખેંગાર રાણકદેવીને પરણી ગયો. આથી સિધ્ધરાજને ક્રોધ ચડ્યો એણે તુરત જૂનાગઢ પર હલ્લો બોલાવ્યો. બાર દિવસને બદલે બાર વર્ષ સુધી ઘેરો ઘાલ્યો. પણ સિધ્ધરાજ જીત્યો નહીં. એવામાં રા ખેંગારના ભાણેજા દેશળ અને વિશેળ મામા સાથે આડુ પડવાથી જૂનાગઢની રાજગાદી મળવાની આશામાં સિધ્ધરાજ સાથે મળી ગયા. એમણે અનાજ ભરવાની પોઠો મારફત સિધ્ધરાજના સિપાઇઓ હથીયાર સાથે જૂનાગઢમાં દાખલ કર્યા. તેમણે દરવાજાના સિપાઇઓને મારી નાખ્યા. દરવાજા ખુલતા એમણે શહેરમાં પ્રવેશ કર્યો. રા ખેંગાર જીવ પર આવી ગયો ને લડ્યો. તો લડતા લડતા સિધ્ધરાજના હાથ મરાયો. બસ તુરત જ રાણકદેવીને લેવા સીધો મહેલ તરફ દોડયો. હવે રાણકદેવીએ એક ભવમાં બીજા ભવ કરવાની ના પાડી. આથી સિધ્ધરાજે તેના એક પુત્રને મારી નાખ્યો. પછી બળજબરીથી રાણકદેવીને લઇને વઢવાણ તરફ વધ્યો. એણે રાણકદેવીને ખુબ સમજાવી પણ તે એકની બે ન થઇ તેથી ગુસ્સે થઇ સિધ્ધરાજે બીજા પુત્રને મારી નાખ્યો. સિધ્ધરાજનું કહેવું માન્યુ એટલે તેણે રાણકદેવીને વઢવાણ પાસે ભોગાવો નદીમાં સતી થવા દીધી. રાણકદેવીએ શાપ આપેલો જેમ અપુત્ર વગર મરણ પામુ છું તેમ તું પણ અપુત્ર મરણ પામીશ.
(આપણા દેશની ઐતિહાસિક વાતોમાંથી ટુંકાવીને)