બાબુલાલ સ્વભાવે આસ્તિક. એને પોતે જુના રીતિરિવાજ પસંદ ન હતાં. તેની પાછળ ખોટા ખર્ચ કરવાની સામે એ વિરોધ કરતા હતાં. એમાં બાબુલાલનાં પિતાજીનું મૃત્યુ થયું. ત્યારે સૌ સગા સંબંધીઓએે, પિતાજીની પાછળ કારજ (બારમું) કરવુ એવો આગ્રહ કર્યો હવે પિતાજીના નામે ભોજન કરાવવું બાબુલાલ સ્વીકારતા ન હતાં. એતો પ્રેતભોજન કહેવાય એવું બાબુલાલ કહેતા.
આગળથી ચાલ્યા આવતા જુના રીતિરિવાજ અને ભોજન બાબુલાલને પસંદ ન હતાં. પણ સૌનો આગ્રહ કારજ કરવાનો હતો તેથી એમણે હાર કબુલી. ઘરનાઓ પણ કહેતા કે “બાપનું બારમું અને દીકરીની અઘરણી” તો કરવી જ પડે. અંતે બાબુલાલ બિચારા એ સૌ સામે મૌન બનીને બેઠા. કારણ નાત વાળા વાતુ કરે એમ સૌ બિવરાવતા હતાં. હવે બાબુલાલના મૌનને સૌએ સંમતી માનીને બાપા પાછળ મોટો ભોજન સમારંભ ધાંધલ – ધમાલ આદરી, મિઠાઇ, ગુલાબજાંબુ, ભજીયા, ગોટા વગેરે જમાવ્યું. ભોજનનાં દિવસે પણ બાબુલાલ મૌન રહી ઘરે જ રહ્યાં. વળી એમને દબાણ કરી બાબલાલને વાડીએ તેડી આવ્યા ત્યારે છેલ્લી ન્યાત જમી રહી હતી સૌ ધીરે ધીરે જઇ રહ્યાં હતાં. જમીને ત્યાં વાડીના દરવાજે ભિખારીઓનો અવાજ આવ્યો “એ મોટા શેઠ વધ્યુ ઘટ્યું અમને આપશો, બાપજી છોકરાનુ મોઢુ મીઠું કરાવજા” આ અવાજનાં શબ્દો બાબુલાલના કાને સંભળાયા. એ તુરત રસોડામાં ગયા અને મહારાજને પુછયું કે મહારાજ રસોઇ વધી છે ?
“ના સાહેબ બધુ પુરૂ થઇ ગયું હા એક ભાત વધ્યા છે મોટો ટોપ ભરીને” “હમણા ભલે રહ્યા” બાબુલાલ રસોડામાંથી બહાર આવ્યા અને દુકાનના મહેતાજીને જાયા એમને બાબુલાલે કાનમાં વાત કરી જલદી ગયા અને પાછા આવ્યા અને ખરેખર થોડીવારમાં ઘડો ભરી દુધ લઇને માણસ આવી ગયો. ત્યારે કોઇએ પુછયું, “અટાણે દુધને શું કરવું છે ? જમણવાર તો પુરો થઇ ગયો છે”
“મેં મંગાવ્યું છે દુધ” દુધના ઘડા સાથે બાબુલાલ રસોડામાં આવ્યા અને મહારાજને કહ્યું “લ્યો મહારાજ આ દુધ ભાતમાં નાખી દો ને ખીર બનાવો બીજુ ગરમા ગરમ પુરી તળીને ઉતારો ઇ ભુખ્યા ઉભા છે.“ હવે કોણ બાકી છે શેઠ” જુવો વાડીના દરવાજે ઉભા છે ઇ” “કોણ ઇ ભિખારા”
“હા ઝટ કરો તમે પુરી કાઢો એટલે હું એમને બોલાવીને પંગત પાડુ એની હોજરીમાં આ ભોજન જશે ત્યારે મને સંતોષ થશે. મારા તો ઇ એ ન્યાતીલા જ છે ને મુળ આખરે ઇએ માણસ જ છેને આ ખીર પુરી એ જમશે ત્યારે એમને ઓડકાર આવશે. એમની આંતરડી ઠરશે. એજ મારા સ્વ.પિતાજીને પહોંચશે અને હાજર રહેલા બધા બાબુલાલને જાઇ રહ્યાં.