ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. અવસર રથના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાન વેગવંતુ બન્યું છે. ત્યારે રંગોળી તેમજ મતદાન વિશેષ ગરબા દ્વારા કોડીનાર તાલુકાના આદપોકર, મોરવાડા, બોડવા, ડોળાસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વધુને વધુ મતદાન થાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યાં હતાં. જ્યારે મોરવાડા, બોડવા, ડોળાસા, સાંઢણીધાર તથા ઘાંટવડ સહિતના ગામમાં અવસર રથ દ્વારા મતદાન વિશેષ ગરબાઓ રમીને મહિલાઓ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો.
આ મતદાન જાગૃતિ અભિયાનમાં આજુબાજુના ગામના લોકો તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં તમામ દ્વારા ‘હું અવશ્ય મતદાન કરીશ’ નો સંકલ્પ લેવામાં આવ્યો હતો.