અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટર અમરેલી – ર ના મેડિકલ ઓફિસર ડો. કોમલબેન ડાભી, સુપરવાઈઝર નવનીત માધડનાં માર્ગદર્શન નીચે અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટર અમરેલી – ર નાં તમામ વિસ્તારોમાં એમ.પી.એચ.ડબલ્યુ., એફ.એચ.ડબલ્યુ. તથા આશાબહેનો દ્વારા રાષ્ટ્રીય મેલેરિયા દિવસ અંતર્ગત અલગ-અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમાં હાઉસ ટુ હાઉસ સર્વે, ડીસ્કા કન્ટેનર, આઈ.ઈ.સી. પ્રાથમિક શાળાના બાળકોને રાષ્ટ્રીય વાહકજન્ય રોગ વિશે સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. રાજુભાઈ કથીરીયા, આર.બી.એસ.કે. એમ.ઓ., તમામ સ્ટાફ, એમ.પી.એચ.ડબલ્યુ., એફ.એચ.ડબલ્યુ, આશાબહેનોએ આ કામગારી કરી હતી.