સમગ્ર દેશમાં વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણીના ભાગરૂપે જુના સાવર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગામના સરપંચ કલ્પેશભાઈ કાનાણીની ઉપસ્થિતિમાં મેડિકલ ઓફિસર રામપ્રસાદ, સુપરવાઇઝર ઇલ્યાસભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ એમ.પી.એચ.ડબલ્યુ.ના વિનોદભાઈ સાગઠીયા અને એફ.એચ.ડબલ્યુ.ના એન.ડી. મકવાણા દ્વારા ગામના લોકોને તથા સ્કૂલમાં મેલેરીયા વિશે સમજણ આપવામાં આવી હતી. ગ્રામજનોને મેલેરીયાથી થતા નુકસાન અને મેલેરીયા રોગથી બચવાના ઉપાયો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા સ્કૂલના બાળકોને ગપ્પી ફિશ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.