વિનયના જન્મ પછી ત્રીજા વર્ષે વિપુલનો જન્મ થયેલો. બેય દીકરા દેખાવે રૂડા રૂપાળા, જાનકી બન્ને પુત્રોને જાઇને હરખાતી હતી પણ સમય જતા, એનો હરખ વેદનામાં પલટાઇ ગયો. વિપુલ માનસિક રીતે નબળો હતો. વિપુલનું શરીર વધ્યુ પણ તેનો વિકાસ ન થયો. ટૂંકમાં મંદબુધ્ધિનો રહ્યો. નાનો પુત્ર મંદબુધ્ધિ પછાત રહ્યો પણ જાનકી વિનય અને વિપુલ બન્નેને સરખો પ્રેમભાવ રાખતી. હા.. ઉલટાની જાનકી વિપુલની સતત ચિંતા કરતી હતી.
આમને આમ સરી જતા સમય સાથે વર્ષો વહી ગયા. વિનય ભણી ગણીને વેપાર – ધંધામાં જામી ગયો. સારી કમાણી થઇ, પરણ્યો, બાળકો થયા. તેનો સંસાર જાઇને જાનકીને આનંદ થતો પણ જેવી વિપુલ પર નજર પડતી ને તેનો આનંદ ઉડી જતો. જાનકીએ એના છેલ્લા દિવસોમાં વિનયને પાસે બેસાડીને કહ્યું “બેટા મારો જીવ વિપુલમાં છે. તું મને વચન આપ કે તું વિપુલને તારા છોકરા જેટલો સાચવીશ, તું એનો મોટો ભાઇ છે બેટા”
“મા..! વિપુલને મારી જાતની જેમ સાચવીશ, હું જીવીશ ત્યાં લગી તેને ઉની આંચ નહીં આવવા દઉ ” સાંભળીને જાનકીએ દેહ છોડયો. વિનય રડી પડયો. પછી તો બન્ને ભાઇ પ્રૌઢ થઇ ગયા. વિપુલ તો બોલી શકતો ન હતો પણ એ વિનયને ખૂબ ચાહતો હતો. એમાં વિનયનાં ઘરસંસારમાં દુઃખનો ડુંગર ઉભો થયો. મોટા વિનયને બહુ ગંભીર એટેક આવ્યો અને એણે જીવતરની બાજી સંકેલી લીધી. વિપુલ બોલે નહી કે રડે નહીં એ વિનયને ખાટલામાં પડેલો જુવે. ડોકટર આવી ગયા લોકોની આવ-જા વધી ગઇ. મોટાભાઇની આંખો બંધ હતી. ભાભી રડી રહ્યા હતાં. વિપુલ જાઇ રહ્યો હતો.
કારણ મોટાભાઇ રોજ સવારે ચાનો કપ લાવી વિપુલને શરીરે હાથ ફેરવતા, વિપુલ તારે કાંઇ જાઇએ છે ? નાસ્તો કરવો છે. એને બદલે આજ ઘરમાં શોક છવાઇ ગયો હતો અને કશુ સમજાતું ન હતું.
અત્યારે વિપુલ મોટાભાઇને આદ્ર નજરે જાઇ રહ્યો હતો. થોડીવારે ડોકટર ગયા અને ઘરના બધા ડુસકા ભરી રહ્યા, વિપુલ તેની કાયમી જગ્યાએથી ઉઠ્યો.
ધીમે ધીમે મોટાભાઇના પલંગ પાસે ગયો જઇને મોટાભાઇના પગ પાસે એ બેસી ગયો. મોટાભાઇને સફેદ ચાદર ઓઢાડી હતી. તેની સામુ જાઇ રહ્યો. પછી ધીરેથી ચાદર ખસેડી ભાઇના પગ દબાવવા લાગ્યો.
ભાઇના મોઢા સામે જાઇ રહ્યો. આજ મોટાભાઇ કેમ ઉઠતા નથી ? એણે મોટાભાઇના પગ હલાવીને જાયુ પણ શરીર આખુ ઠંડુ હતું. વિપુલ બોલી શકતો નહી. તેથી ધીમેથી એની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી.
યુવા દર્શનમાંથી