વન અને વન્ય પ્રાણી ઓ અંગે કંઈ કહી ન શકાય. મારે દિવાળી ના તહેવારો માં વતન માં જવાનું આયોજન હતું. તેથી મારા હસ્તક ના પ્લાન્ટેશન, નર્સરી અને અન્ય કામગીરી ઓ ચાલુ રહે અને કયાંય  કોઇ પ્રકાર નું નુકશાન ન થાય તે માટે રજાઓ દરમ્યાન ફરજ પર ઉપસ્થિત રહેનાર ચોકીદારો, બીટગાર્ડ અને નર્સરી ના કામદારો ને જરૂરી સુચનાઓ તેમજ સમજ આપી હું  ઘેર આવી વતન માં જવાની તૈયારી કરતો હતો. ત્યાં જે ખબર આવ્યા તેણે મને હચમચાવી દીધો .

જેસાપુરા ગામ નજીક થી વહેતી મહીસાગર નદી ના કિનારે એક જુવાન છોકરી કપડાં ધોતી હતી ત્યારે અચાનક નદી ના પાણી માંથી મોટો મગર નીકળ્યો તે જોત જોતામાં માં પેલી છોકરી તરફ ધસી આવ્યો.તે વખતે છોકરી નું ધ્યાન ન હતું. તે પોતાની મસ્તીમાં કપડાં ધોતી હતી  અને કઇંક ગીત ગણગણતા હતી. મગરે અચાનક આવી તેનો પગ પકડી ખેંચવા લાગતાં છોકરી ગભરાઈ ને બચાવો બચાવો ની બુમો પાડવા લાગી તે સાંભળી નદી કિનારે બકરાં ચરાવતા છોકરાઓ જોઇ ગયા  તે પણ બુમો પાડવા લાગ્યા. તેથી ગામ લોકો ને ખબર પડતાં જેને જે મલ્યું તે લાકડી ઓ ,ધારિયા,કુહાડી જેવા હથિયારો લઇ આવી ગયા. મગર છોકરી ને પાણી માં ખેંચતો હતો. પેલી કહેવત છે કે ડૂબતો માણસ તરણું પકડે,છોકરી ના હાથ માં પાતળું ઝાંખરુ આવી ગયું હતું તેને  તેણે બે હાથે મજબૂત રીતે પકડી પાડયું હતું. તેના કાંટા તેને ભોંકાઇ ને લોહી ના ટસીયા ફૂટી રહ્યા હતા છતાં બચવા માટે નો તે એક માત્ર ઉપાય હોઇ તેને જકડી રાખી છોકરી જોર જોરથી ચીસો પાડતી હતી.

ગામલોકો આવી પહોંચ્યા તેમણે મગર ના મોં ,પીઠ અને પૂંછડા પર જે મલ્યું તે લાકડી ઓ ને બીજા હથિયારો વડે પ્રહારો કરવા માડયા. જેથી મગરે છોકરી નો પગ છોડી દીધો. છોકરી ને લઇ ગામલોકો ડાકોર દવાખાનામાં લાવ્યા છે. હું  ત્યાં ગયો અને જોયું તો મગર ને વાગવાથી તે મરી ગયો છે. તેની લાશ પાણી માં તરે છે ‘છોટુ એ કહ્યુ .

અમે વાત કરતા હતા તે દરમિયાન ફોરેસ્ટર ગીરધારી સિંહ ચૌહાણે આવી મને પુછ્યું ‘તમે કાંઇ જાણયુ. ‘ મેં કહ્યું હમણાં જ છોટા લાલા એ આવી  વાત કરી. ને તમે આવ્યા.

તે બોલ્યા’ હવે શું કરીશું ,બનાવ આપણી રેંજ માં બન્યો છે ‘ આપણે તપાસ કરી કાગળો કરવા પડશે ‘.

શુક્રવાર હોવા થી આર.એફ.ઓ.ચૌહણ ઘેર જવા નીકળી ગયા છે. તે હવે દિવાળી પછી આવશે. તો આપણે શું કરી શકીએ. વાઇલ્ડ લાઇફ ના કેસ ના કાગળો મેં કયારેય કર્યા નથી ચીંતા ન કરો. મને ફાવે છે . સારું ચાલો હું તૈયાર થઇ જાઉં છું.

અમે નીકળ્યા રસ્તા માં તેમણે કહયું કે મગર નું  પોસ્ટમોર્ટમ કરાવવું પડશે તે માટે આપણે પશુચિકિત્સક ને સાથે લેવા પડશે. તેથી અમે પશુચિકિત્સક અજય રાવલ ને પણ સાથે લીધા. જેસાપુરા ગામ સુધી તો પાકી સડક છે .પછી નદી સુધી જવાનો કાચો રસ્તો છે. જે નદી ના કોતરોમાંથી પસાર કરી જવું પડે છે. અમે પહોંચ્યા ત્યારે નદી કિનારે ગામ લોકો નું મોટું ટોળું એકઠું થયેલ હતું. નજીક જઇ જોયું તો જે મગર ની લાશ તરતી હતી તેની આસપાસ બે

મગર નાં બચ્ચાં અને એક મગરી તેને ઘેરી ને બેઠાં હતાં તેથી ગામ લોકો ભેગા થયા હતા. હવે મગર ની લાશ ને લેવા શુ કરવું તે અમે વિચારવા લાગ્યા .કોઈ એ કહયું કે ફટાકડા ફોડી એ તો ભાગી જશે. બીજા એ વળી કહયું કે  ડબ્બા વગાડી અવાજ કરો તો મગર ની લાશ ને મુકી મગરી અને બચ્ચાં જતાં રહેશે. બધું કર્યું પણ કોઈ ઉપાય કારગત ન નીવડયો.

સાંજે થવા આવતાં પાણી નો પ્રવાહ ઓછો થતાં. મગરી ને બચ્ચાં ભાગી ગયા. માણસોને નદી માં ઉતારી મગર ની લાશ બહાર કઢાવી તેનો પંચકયાસ કર્યો  .પશુચિકિત્સકે મગર નું પોસ્ટમોર્ટમ કર્યું. બનાવ નજરે જોનાર ના નિવેદનો લીધાં. ઉંડો ખાડો ખોદાવી મગર ની અંતિમ વિધિ સંપન્ન કરી મોડી સાંજે પાછા આવ્યા.

મને વિચાર આવ્યો કે દવાખાનામાં જઇ ઈજાગ્રસ્ત છોકરી ની શું પરિસ્થિતિ છે તે જાણવી જોઈએ. હું ત્યાં પહોચ્યો ત્યારે છોકરી ને પાટો બાંધ્યો હતો. તેના પિતા એ કહ્યુ કે પોલીસે આવી અકસ્માત નો ગુન્હો નોંધ્યો છે. તે પછી ન્યુઝ પેપર અને મીડિયા વાળા પણ આવી ને વિગતો લઇ ગયા છે. તેથી મેં અને ગિરધારી સિંહે  મારા ઘરે બેસી ને ગુન્હા ના તમામ સાધનિક કાગળો તૈયાર કરી સવારે ડીવીઝન કચેરી એ મોકલવા નું આયોજન કર્યું.

પેલી કહેવત છે કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. રાત્રે જ મેસેજ આવ્યો કે સવારે ડી.એફ.ઓ.સાહેબ આવે છે.મોડી રાત્રે સુતો પણ નિંદર આવતી નહોતી. વહેલી સવારે જરા ઉંઘ આવી તો સપનું આવ્યું જાણે હું મહીસાગર ને કિનારે ઉભો છું. ત્યારે માછલીઓ ,મગર નાં બચ્ચાં ,પાણી ના સર્પો,તેમજ ઝાડ ઉપર ના વાંદરા,નદી ના કોતરોમાંથી નીકળી શાહૂડી, શિયાળ જેવાં અનેક વન્ય પ્રાણી ઓ મને કરગરી ને કહેતાં હતાં કે અમને બચાવો બચાવો.  ત્યારે અચાનક અવાજ આવ્યો ચાલો , સવાર થઇ ગઇ છે. એટલે યુનિફોર્મ પહેરી હું તૈયાર થઇ ગયો. અમે નીકળ્યા. વતનમાંજવા નો મનસૂબો મન માં જ રહી ગયો.