વડોદરામાં હરણી લેક દુર્ઘટના કેસમાં હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા છે. ૧૮ જાન્યુઆરીના દિવસે વડોદરામાં કરૂણ ઘટના બની હતી. હરણી તળાવમાં બોટ પલટી ખાઇ જતાં ૧૨ બાળકો અને ૨ શિક્ષકો સહિત ૧૪ લોકોના મોત થયા હતા. આ મુદ્દે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેની આજે સુનાવણી હતી. જેમાં હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા છે. તાત્કાલિક તપાસ કમિટી બનાવી ખાતાકીય, આર્થિક તપાસ તથા કોન્ટ્રાક્ટ સહિતની બાબતોમાં યોગ્ય દિશામાં તપાસ કરવા આદેશ કર્યો છે. આ તપાસ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી કરશે.
વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના મામલે મહ¥વની અપડેટ સામે આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજીની સુનાવણી ચાલી રહી છે, ત્યારે હવે એના પર વધુ એક અરજી કરવામાં આવી છે. આ અરજી દુર્ઘટનાનો ભોગ બનનાર પરિવારે કરી છે. બોટ દુર્ઘટનામાં ભોગ બનનારના પરિજનો દ્વારા કરવામાં આવેલી અરજીમાં કોટીયા પ્રોજેક્ટ્‌સ અને ડોલ્ફીન એન્ટરટેનમેન્ટ અને સનરાઈસ સ્કૂલને પક્ષકાર તરીકે જાડવા કરી અરજી કરી છે. ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજી પર ભોગ બનનાર પરિવારે કોટીયા પ્રોજેક્ટ, ડોલ્ફીન એન્ટરટેઈનમેન્ટ, સનરાઈઝ સ્કૂલને પક્ષકાર બનાવવા અરજી કરી કરી છે. બોટ દુર્ઘટનામાં કોટિયા પ્રોજેક્ટ પાસે એડમિનિસ્ટ્રેશનની જવાબદારી હતી, જયારે ડોલ્ફીન પ્રોજેક્ટ્‌સ દ્વારા મનોરંજન સ્થળે બેદરકારી પૂર્વક કામ કરાયું હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે વડોદરાના હરણી તળાવમાં બોટિંગ દરમિયાન વિદ્યાર્થીઓના મોત થયા હતા. દુર્ઘટનામાં ૧૨ બાળકો અને ૨ શિક્ષકો સહિત ૧૪ લોકોનાં મોત થયા હતા. આ કરુણ ઘટનાને ગંભીરતાથી લઈને ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કરવામાં આવી હતી. દુર્ઘટનાનાં આરોપીઓની ધરપકડ કરી જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા.
હરણી દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની કરવામાં આવેલી અરજીની સુનાવણી ચાલી રહી છે. આજે આ સુનાવણી વખતે વધુ એક અરજી કરવામાં આવી છે. અગાઉની અરજી વખતે સરકાર દ્વારા હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં હરણી બોટ કાંડ બાદ રાજ્યમાં અન્ય ચાલતી બોટ સર્વિસનો સર્વે કરવામાં આવ્યો. જેમાં નિયમોનું પાલન ન કરતી હોય તેવી બોટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં ૧૮ જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં ૧૪ ના મોત થયા હતા. જેમાં ૧૨ માસુમ બાળકો અને ૨ શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો. જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તેમજ બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.