રાજુલામાં સાયબર ક્રાઇમની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદીનો મોબાઈલ ફોન તેમની જાણ બહાર ઈલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને હેક કરવામાં આવ્યો હતો.આ અંગે મૂળ બિહારના અને હાલ રાજુલામાં રહેતા હરીચંદ્રરામ બહાદુર પંડિત (ઉં.વ.૪૪)એ ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે રહેતા બેંક ખાતાધારક રાજેશકુમાર માઇકુલાલ સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદીનો મોબાઈલ હેક કર્યા બાદ તેમની જાણ બહાર તેમજ કોઈપણ પ્રકારના OTP વગર તેમના બેંક ખાતામાંથી રૂ. ૫૧,૪૧૦ ઓનલાઈન ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. આ રકમ આરોપી રાજેશકુમાર માઇકુલાલ (રહે. જેહતા, લખનૌ, ઉત્તર પ્રદેશ)ના બેંક ખાતામાં જમા થઈ હતી.આ બનાવ અંગે રાજુલા પોલીસ સ્ટેશનના પી. આઈ. વી. એમ. કાલોદરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.



































