રાજુલા શહેરના ગાંધી મંદિર ખાતે બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની ૧૫૭મી તથા લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિની ઉજવણી રાજુલા સેવા મંડળ અને જાયન્ટસ પરિવારના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભમાં દિપ પ્રાગટ્ય બાદ સમુહ પ્રાર્થના યોજાઈ હતી. મહેમાનોએ ગાંધીજી અને શાસ્ત્રીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા. નિધિબેન વાણીયાએ ગીત રજુ કર્યુ હતું. પ્રવિણભાઈ જાની, ઘનશ્યામભાઈ મશરૂ, શશિભાઈ રાજ્યગુરુ તથા ભરતભાઈ રાજ્યગુરુએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા. મહિલા કોલેજની જહાનવીબેન જગડાએ શાસ્ત્રીજી અને સોનલબેન પટાટે ગાંધીજી અંગે વક્તવ્ય આપ્યુ હતું. વિદ્યાર્થીઓ દ્વારા અભિનય ગીત અને કવિતા રજુ કરાઈ હતી. બાળકોને ઈનામ, ગીફ્‌ટ તથા અલ્પાહાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંકલન વિભાબેન વાવડીયા અને ભારતીબેન બારોટે કર્યુ હતુ.