તારીખ ૪ માર્ચના રોજ રાજુલા વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે નવી માંડરડીથી ધુડિયાઆગરિયા સુધીના નોન પ્લાન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અનેક અગ્રણી હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસલક્ષી કાર્ય બદલ સમગ્ર પંથકના ગ્રામજનોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.