અમરેલી જિલ્લામાંથી પોલીસે બે સ્થળેથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની બોટલો જપ્ત કરી હતી. દામનગરમાં રહેતા કિશનભાઈ ગોહિલ તથા અજયભાઈ પાસેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ૧૦ બોટલ ઝડપાઈ હતી.જ્યારે બીજા બનાવમાં, મોટા દેવળીયા ગામે વાડીએ રહેતો મૂળ મધ્યપ્રદેશનો સુંદર મુનસિંહ ભુરીયા (ઉ.વ.૨૫) નીરણના વાવેતર વચ્ચે સંતાડેલી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ૬૦ બોટલ સાથે પકડાઈ ગયો હતો.આ ઉપરાંત, પોલીસે અન્ય પાંચ શખ્સો પાસેથી ૧૯ લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો. તેમજ જિલ્લાના વિવિધ સ્થળોએથી છ લોકો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.









































