મહીસાગર જિલ્લાના લુણાવાડામાં કળિયુગી પુત્રે માતા અને પિતા ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો હતો. જેમાં પુત્રે માતા તેમજ પિતાના ગળા ઉપર બ્લેડ વડે હુમલો કરતા પિતાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે માતાને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. માતા-પિતા ઉપર જીવલેણ હુમલો કર્યા બાદ પુત્રે પણ હાથની નસ કાપી નાખીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતા જ લોકોનાં ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃત્યુ પામેલા પિતાને પીએમ અર્થે અને ગંભીર ઈજાઓ પામનાર માતા અને પુત્રને સારવાર અર્થે લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરની જૂની પોસ્ટ ઓફિસ બાજુમાં રહેતા બાલકૃષ્ણ સુથારે તેના પોતાના ઘરમાં રહેતા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. બાલકૃષ્ણના પિતા હસમુખલાલ અને માતા ચંદ્રીકાબેન સુથારને તેના પુત્ર દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ગળા તેમજ હાથ અને શરીરના અન્ય ભાગો ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં પિતા હસમુખલાલ ત્રિભુવનદાસ સુથારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે માતા ચંદ્રીકાબેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હત્યારા પુત્રે માતા-પિતા ઉપર જીવલેણ હુમલો કર્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યાં તેના હાથે ઈજાઓ થઈ હતી. ત્યારે આરોપી સારવાર હેઠળ હતો ત્યારે આજ રોજ તેની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં બ્લેડથી પિતા અને માતાને હત્યા કરવાના ઇરાદે ગળામાં બ્લેડ મારી દેવામાં આવી છે તેમજ માતાની તબિયત સારી રહેતી ના હોવાના કારણે આરોપી પુત્રએ હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હોવાનું નાયબ જિલ્લા પોલીસ વડા કમલેશ વસાવા જણાવી રહ્યા છે. લુણાવાડામાં પુત્રએ માતા-પિતા સાથે સેલ્ફી લીધી હતી તે તસવીર પણ સામે આવી છે.લુણાવાડામાં ઘટના બનતા આજુબાજુથી લોકો ટોળા એકત્ર થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઘાયલ માતાને અને હત્યારા પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવારની જરૂર પડતા ગોધરા ખાતે બંનેને રિફર કરવામાં આવ્યા છે. હાલ આ બનાવમાં ઘરકંકાસના કારણે બનાવ બન્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. બનાવને કારણે સમગ્ર લુણાવાડામાં ચકચાર મચી ગઈ છે. લોકોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ અને શોક જાવા મળી રહ્યો છે. જાકે પોલીસ હાલ બનાવ અંગેની સઘન તપાસ હાથ ધરી રહી છે. ત્યારે પોલીસ તપાસ બાદ જ આ હત્યા અંગે સમગ્ર વિગતો સામે આવી છે. હાલ હત્યારા પુત્રની સારવાર ચાલી રહી હતી ત્યાંથી ધરપકડ કરી છે અને ઈજાગ્રસ્ત માતાની સારવાર હજુ પણ ચાલી રહી છે. લુણાવાડા શહેરની જૂની પોસ્ટ ઓફિસ બાલકૃષ્ણ સુથાર અગાઉ શેરબજારની ઓફિસ ચલાવતો હતો, છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર હતો. તેના પિતા હસમુખલાલ સુથાર ઘરના નીચે કપડાં સીવવાના મશીન રિપેરિંગનું કામ કરતા હતા. જ્યારે માતા ચંદ્રિકાબેન ગૃહિણી છે.બનાવના દિવસે સવારે બાલકૃષ્ણ તીક્ષ્ણ હથિયાર વડે માતા-પિતાની ઉપર હુમલો કર્યો હતો અને કાળ બનીને ત્રાટક્યો હતો. આ હુમલામાં પિતા હસમુખલાલના ગળા, હાથ અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેનાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની માતા ચંદ્રિકાબેન પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલા બાદ બાલકૃષ્ણે પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે ઇજાગ્રસ્ત થયો છે.








































