અમેરિકન મીડિયાને ટાંકીને એક મુખ્ય સમાચાર બહાર આવ્યા છે કે રાષ્ટÙપતિ ટ્રમ્પે મંગળવારે સંકેત આપ્યો હતો કે આગામી બે દિવસમાં ઇસ્લામાબાદમાં ઈરાન સાથે વાતચીતનો બીજા રાઉન્ડ યોજાઈ શકે છે. નોંધનીય છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેનો કામચલાઉ યુદ્ધવિરામ ૨૨ એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે. જા આ વાતચીત નહીં થાય, તો બંને દેશો વચ્ચે તણાવ ફરી વધી શકે છે.
યુએસ અને ઈરાન વચ્ચે સપ્તાહના અંતે ઇસ્લામાબાદમાં ૨૧ કલાક શાંતિ વાટાઘાટો થઈ, પરંતુ બંને દેશો કોઈ કરાર પર પહોંચી શક્્યા નહીં. વોશિંગ્ટને જણાવ્યું કે તેહરાને પરમાણુ સંવર્ધનનો પોતાનો અધિકાર છોડવાનો ઇનકાર કર્યો.
ઇસ્લામાબાદમાં એક મીડિયા બ્રીફિંગમાં, યુએસ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે જણાવ્યું કે યુએસ અને ઈરાન વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ ગઈ છે. યુએસએ ઈરાનને “ખૂબ જ સરળ દરખાસ્ત” રજૂ કરી હતી, જે તેની “છેલ્લી અને શ્રેષ્ઠ” ઓફર છે. તેમણે કહ્યું કે યુએસને ઈરાન તરફથી સ્પષ્ટ પ્રતિબદ્ધતાની જરૂર છે કે તે પરમાણુ સ્રોત અથવા એવા સાધનો વિકસાવવાનો પ્રયાસ કરશે નહીં જે તેને ઝડપથી પરમાણુ સ્રોત વિકસાવવામાં મદદ કરી શકે.
ન્યૂ યોર્ક પોસ્ટ સાથે વાત કરતા ટ્રમ્પે સંકેત આપ્યો કે ગયા અઠવાડિયાની નિરર્થક વાટાઘાટો પછી તરત જ રાજદ્વારી વાટાઘાટો ફરી શરૂ થઈ શકે છે. તેમણે કહ્યું કે “આગામી બે દિવસમાં કંઈક થઈ શકે છે” અને પાકિસ્તાનમાં વાટાઘાટો કરવાની ઇચ્છા વ્યક્ત કરી.
ટ્રમ્પે બીજા રાઉન્ડની વાતચીતની શક્્યતા માટે પાકિસ્તાની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને શ્રેય આપ્યો. તેમણે એમ પણ કહ્યું કે ફિલ્ડ માર્શલ ખૂબ સારું કામ કરી રહ્યા છે. જ્યારે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે સંભવિત બીજા રાઉન્ડની વાતચીતમાં યુનાઇટેડ સ્ટેટ્સનું પ્રતિનિધિત્વ કોણ કરશે, તેમણે પુષ્ટિ આપી કે તેઓ પોતે ભાગ લેશે નહીં.









































