નેપાળની ધરતી ફરી એકવાર જારદાર ભૂકંપથી ધ્રુજી ઉઠી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫ માપવામાં આવી હતી. ભૂકંપ આવતાની સાથે જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. લોકો પોતાના ઘરોમાંથી બહાર ખુલ્લામાં દોડી ગયા. હાલમાં ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી.નેપાળના લીમ્બિની પ્રાંતના પૂર્વ રુકુમ જિલ્લામાં ૫.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. રાષ્ટ્રીય ભૂકંપ દેખરેખ અને સંશોધન કેન્દ્ર અનુસાર, સ્થાનિક સમય મુજબ સાંજે ૪ઃ૩૦ વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી લગભગ ૪૦૦ કિલોમીટર પશ્ચિમમાં પૂર્વ રુકુમના કોલ પ્રદેશમાં હતું.આ ભૂકંપના આંચકા પડોશી જિલ્લાઓ રોલ્પા, બાગલંગ અને મ્યાગ્દીમાં પણ અનુભવાયા હતા. કેન્દ્રના વરિષ્ઠ ભૂકંપશા†ી લોક વિજય અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ નુકસાન થયું નથી. નેપાળ વાર્ષિક ધોરણે અસંખ્ય ભૂકંપનો અનુભવ કરે છે અને વિશ્વના સૌથી સક્રિય ભૂકંપીય ક્ષેત્રો, ઝોન ૪ અને ૫ માં આવેલું છે, જેના કારણે તે ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ બને છે.અગાઉ, ગયા મહિનાની ૨૫ જૂને પશ્ચિમ નેપાળના જુમલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કરનાલી પ્રાંતના પડોશી જિલ્લાઓ કાલિકોટ અને મુગુમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળ ભૂકંપ સંશોધન અને દેખરેખ કેન્દ્ર અનુસાર, સવારે ૫ઃ૩૬ વાગ્યે ૪.૧ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્ર કાઠમંડુથી લગભગ ૭૦૦ કિલોમીટર પશ્ચિમમાં આવેલા જુમલા જિલ્લાના તમતી ખાતે હતું. જાકે, ભૂકંપથી કોઈ નુકસાન થયું ન હતું. અગાઉ, ૨૧ જૂને, પશ્ચિમ પ્રાંતના હુમલા જિલ્લાના શ્રીનગરમાં ૪.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.