અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત પ્રાંતના માર્ગદર્શન હેઠળ, તા. ૧૫/૧૧/૨૦૨૫ના રોજ, ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં પ્રાંત અધિકારીઓને બી.એલ.ઓ. સંદર્ભે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જે મુજબ રાજુલા પ્રાંત અધિકારીને પણ આવેદન અપાયું હતું. શિક્ષકોનું સન્માન જળવાય અને કામગીરી પૂર્ણ કરવા અનુકૂળતા મળે તે મુખ્ય ઉદ્દેશ્ય સાથે, શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવા,BLO ઓર્ડર શાળાના ગામમાં આપવા અને એક વખત કામગીરી કરનાર શિક્ષકને ફરી ઓર્ડર ન આપવા જેવી માંગણીઓ કરવામાં આવી હતી. આ દરમિયાન, પ્રાથમિક અને માધ્યમિક વિભાગના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા.









































