બાબરા નગરપાલિકા દ્વારા ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે શહેરના જરૂરિયાતમંદ અને ગરીબ નાગરિકો માટે માનવતા અને સેવાના ભાવ સાથે ફૂડ પેકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ, બેઘર તથા જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિવસની ઉજવણીને સાર્થક બનાવતા આ કાર્યક્રમ થકી નગરપાલિકાએ પોતાની સામાજિક જવાબદારી અને સંવેદનશીલતા પ્રગટ કરી હતી. નગરપાલિકા દ્વારા આયોજિત આ સેવાભાવી કાર્યને સ્થાનિક નાગરિકો અને લાભાર્થીઓ દ્વારા વખાણવામાં આવ્યું હતું.