બગસરાના નવા વાઘણીયા ગામની પરિણીતા પર અમદાવાદના નિકોલમાં સાસરિયા દ્વારા સિતમ ગુજારવામાં આવ્યો હતો. જીનલબેન સુરેશભાઈ સાકરીયા (ઉ.વ.૨૮)એ અમદાવાદના નિકોલમાં રહેતા પતિ ચિરાગભાઈ કનુભાઈ તળાવીયા, સસરા કનુભાઈ ભીખાભાઈ તળાવીયા તથા સાસુ નયનાબેન કનુભાઈ તળાવીયા સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ તેમને ઘરકામ બાબતે તેમજ કરિયાવર બાબતે મેણાટોણા બોલી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. ઉપરાંત ગાળો આપી હતી. પતિએ ઢીકાપાટુનો મૂઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. ડી. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.









































