ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદ અને કાવેરી નદીના ઉગ્ર વહેણે ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ સહિત નદીકાંઠાના વિસ્તારોમાં આશરે ૨૦૦ એકરથી વધુ ખેતીની જમીન ધોવાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. અનેક ખેડૂતોના ઉભા પાક સાથે જમીન પણ નદીમાં સમાઈ જતાં ભારે આર્થિક નુકસાન થયું છે.ભારે વરસાદ બાદ કાવેરી નદીમાં આવેલા પૂરના કારણે રાણીપુરા વિસ્તારમાં ભારે ધોવાણ સર્જાયું છે. ગુમાનદેવ–ઉચેડિયા ખાડીના જારદાર પ્રવાહે ખેતરોનો મોટો ભાગ તોડી નાંખ્યો છે. જ્યાં થોડા દિવસ પહેલાં લીલાછમ પાક દેખાતો હતો ત્યાં હવે જમીનનો અÂસ્તત્વ જ જાવા મળતો નથી. ડ્રોન સર્વેમાં પણ ધોવાણનું ગંભીર ચિત્ર સામે આવ્યું છે.આ દુર્ઘટનામાં કેળા, કપાસ અને લીલા શાકભાજી જેવા રોકડ પાકને ભારે નુકસાન થયું છે. ઘણા ખેડૂતોની ૧૫થી ૨૦ વીંઘા જેટલી જમીન પણ નદીના વહેણમાં ધોવાઈ ગઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જમીનની સરહદો પણ ઓળખવી મુશ્કેલ બનતા ખેડૂતો માટે ઓઅરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ તેમણે દેવું કરીને વાવેતર કર્યું હતું, પરંતુ હવે પાકની સાથે જમીન પણ ગુમાવવાનો વારો આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી કાવેરી નદીના ધોવાણની સમસ્યા યથાવત હોવા છતાં કાયમી ઉકેલ ન મળતા ખેડૂતોમાં ભારે અસંતોષ જાવા મળી રહ્યો છે.ખેડૂતોએ રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર સમક્ષ તાત્કાલિક નુકસાનનો સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. સાથે જ કાવેરી નદીના કિનારે પ્રોટેક્શન વોલ અથવા અન્ય કાયમી રક્ષણાત્મક વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેથી દર વર્ષે થતા ધોવાણથી ખેતીની જમીન અને ખેડૂતોનું નુકસાન અટકાવી શકાય. હાલ વરસાદી પાણી ઓસર્યું હોવા છતાં અનેક ખેડૂતોના ભવિષ્ય પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા છે.






































