અમરેલી તાલુકાના નાના ગોખરવાળા ગામે તા. ૦૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ હેલ્થ કેમ્પ યોજાયો હતો. જેમાં વાકિયા PHCના એમ.ઓ. કિરણબેન શેલડીયા, CHO સોનલબેન માંગરોળીયા, MPHW હિરેનભાઈ રોકડ, FHW તબસુમબેન ભટ્ટી અને આંગણવાડી વર્કર ગીતાબેન ઠાકર સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. HCTCના કાઉન્સેલર રાણવાભાઈ, SSKના PM ઘનશ્યામભાઈ તથા LWSના CLW મૌલિકભાઈ, ZS પ્રિતીબેન અને વૈભવીબેન ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં કુલ ૯૦ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, જેમાં HIV, RPR, STI, સિફિલિસ અને હિપેટાઇટિસ-Bના ટેસ્ટનો સમાવેશ થાય છે. HRG, માઇગ્રન્ટ અને ટ્રાન્સપોર્ટ વર્કર સહિતના લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. ઉપસ્થિત લોકોને HIV/AIDS, STI અને હિપેટાઇટિસ અંગે માહિતી આપી HIV/AIDS Act-૨૦૧૭ તેમજ હેલ્પલાઇન નંબર ૧૦૯૭ વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત સરકારની વિવિધ સહાય યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી.









































