સાવરકુંડલા સ્થિત ગાંધી ધર્મશાળા ખાતે ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO), સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ભારત સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર-અમરેલીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલા, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા, નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં વરિષ્ઠ નાગરિકો તથા જરૂરિયાતમંદોની નિઃશુલ્ક તપાસ કરી સાધન સહાય માટે નિદાન કરવામાં આવ્યું હતું. આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.