નહેરૂ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા બાબરા અને જાફરાબાદમાં તાલુકા કક્ષાની ખેલ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં લાંબી કુદ, રસ્સા ખેંચ, ૧૦૦ મી. દોડ, ર૦૦ મી. દોડ વગેરે સ્પર્ધામાં વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ટીમને ટ્રોફી તથા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. પ્રતિયોગિતામાં ભાગ લેનાર ટીમોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં પદાધિકારીઓ તથા આગેવાનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.