બગસરામાં ચેમ્બર ઓફ કોમર્સની તા.ર૦ના રોજ ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં બે પેનલોએ પોતાના ૧પ ઉમેદવારોને ઉભા રાખ્યા હતા જયારે ચાર ઉમેદવારો સ્વતંત્ર રીતે ચૂંટણી લડયા હતા. આ ચૂંટણીમાં બંને પેનલોમાંથી ૧૪ ઉમેદવારો વિજેતા થયા હતા જયારે સ્વતંત્ર ઉમેદવારોમાંથી એકમાત્ર જયેશભાઈ પંડયા(જસાણી એન્ડ કાં) વિજેતા થયા હતા. આ જીત બાદ જયેશભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, વેપારીઓએ મારામાં વિશ્વાસ મૂકી વિજેતા બનાવ્યો છે તે તમામ વેપારીઓનો હૃદયસ્થ આભાર માનું છે તેમજ મિત્રો, સ્નેહીજનોએ આ ચૂંટણીમાં જે સાથ અને સહકાર આપ્યો છે તે લોકોનો પણ આભાર વ્યકત કરૂ છુ. ચેમ્બર ઓફ કોમર્સમાં સભ્ય બન્યા બાદ જયેશભાઈ પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, વેપારીઓના પ્રશ્નો, કુંકાવાવથી વધુ લાંબા અંતરની ટ્રેન સેવા, ધાર્મિક સ્થળોએ જવા મુસાફરોને એસ.ટી.બસનો લાભ મળે, જીઆઈડીસી, બેન્કોમાં વેપારીઓને પડતી મુશ્કેલી સહિતના પ્રશ્નોની અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવશે. સાથોસાથ રૂ.૧૦ના સિક્કા બગસરા સિવાય તમામ શહેરોમાં ચલણમાં ચાલે છે ત્યારે શહેરમાં પણ રૂ.૧૦ના સિક્કા ચલણમાં લેવા માટે વેપારીઓ અને ગ્રાહકોને અપીલ કરી છે.