અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાએ પ્રવાસ દરમિયાન સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા. અમરેલી કેરિયા રોડ પર આવેલ બ્રહ્મકુમારી આશ્રમ ખાતે મુલાકાત લીધી હતી. જયાં આશ્રમના સંચાલક ગીતાદીદીએ વિજય તિલક કરી અને રક્ષાકવચ બાંધી વિજયી ભવઃના આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ સાવરકુંડલા મુકામે સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ ધારાસભ્ય જે.વી. કાકડીયાના હસ્તે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. આ તકે ભરતભાઈને મોટી લીડથી જીતાડવા કાર્યકરોએ વિશ્વાસ આપ્યો હતો. ખાંભા તાલુકાના તાતણીયા ગામે વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં અને ખાંભા તાલુકાના રાયડી ગામે પણ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ‘ઘરે ઘરે કમળ ખિલશે, આપણો દેશ વિશ્વગુરુ બનશે’ ના નારા સાથે સભાઓ ગુંજી ઉઠી હતી. આ તકે ધારાસભ્ય જે.વી. કાકડીયા, માજી ધારાસભ્ય નલિનભાઈ કોટડીયા, દિપકભાઈ વઘાસિયા, પાર્થભાઈ કટુરિયા, વિપુલભાઈ શેલડીયા, કાળુભાઇ ફિંડોલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બગસરા સ્વામિનારાયણ મંદિરે સંતોના આશિષ લઈ બગસરા તાલુકાના હડાળા ગામે પણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદિપભાઈ ભાખર, અતુલભાઈ કાનાણી સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા અને મોટી લીડથી ઉમેદવારને જીતાડવા કોલ આપ્યો હતો. ગારિયાધાર ખાતે ગારિયાધાર વિધાનસભાના મતક્ષેત્રના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્‌ઘાટન પરબડી આશ્રમના મહંત બાલમુકુંન્દ બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ તકે ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, વી.ડી. સોરઠીયા તેમજ પાર્ટીના તમામ હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.