અમરેલીમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા લાયન્સ કલબ ઓફ અમરેલી સિટી દ્વારા ઓમ ડેન્ટલ ક્લીનિકના સંકલનમાં દંત ચિકિત્સા અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકા-ચુંકા દાંતની સમસ્યા ધરાવતા દર્દી અને દાંતને લગતી અન્ય સમસ્યાઓની ઓર્થો ડેન્ટીસ્ટ ડો. ધ્વનિક વાળા દ્વારા અદ્યતન સારવાર આપવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા લા. ઋજુલભાઈ ગોંડલિયા, લા. પ્રો. એમ.એમ. પટેલ, લા. જયેશભાઈ પંડયા, લા. સાહસભાઈ ઉપાધ્યાય વગેરેએ જહેમત ઉઠાવી હતી.