ધારીના માલસીકા ગામે રહેતા એક યુવકને ફોનમાં ગાળો બોલીને પગ કાપી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ સંદર્ભે કનુભાઈ નાજાભાઈ પરમારે અજાણ્યા મોબાઇલ નંબર ધારક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમને ફોન કરીને સુરથનાથજી રાજનાથ તરીકે ઓળખ આપી હતી. જે બાદ જેમ ફાવે તેમ ફોનમાં બિભત્સ ગાળો બોલીને પગ કાપી નાખવાની ધમકી આપી હતી.