ગીરગઢડા તાલુકાના ફાટસર ગામે છેલ્લા ઘણા સમયથી ગ્રામજનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામની અંદરથી આરોગ્ય કેન્દ્ર તરફ જતો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે, જેના કારણે કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે.આ રસ્તા પરથી પસાર થતી ગર્ભવતી મહિલાઓ અને દર્દીઓને સારવાર માટે જવામાં ઘણી મુશ્કેલી પડે છે. તે જ રીતે, આંગણવાડી કેન્દ્ર પર જતા નાના ભૂલકાઓને પણ આ કાદવ અને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે તેમને રોગચાળાનો ભય રહે છે. ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા સમયથી આ રસ્તાનું સમારકામ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જો આ રસ્તો વહેલી તકે રિપેર થઈ જાય તો ગ્રામજનો, દર્દીઓ અને બાળકોને મોટી રાહત મળી શકે છે. આથી, ગ્રામજનોએ તંત્રને રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવા માટે વિનંતી કરી છે.!!!