તમિલનાડુમાં થિરુપ્પરનકુન્દ્રમ નામની એક પાંચસો ફૂટ ઉંચી પહાડી ઉપર એક મંદિર આવેલું છે. થિરુપ્પરનકુન્દ્રમ પર આવેલ સુબ્રમણ્યસ્વામી મંદિર ભગવાન મુરુગનના છ પવિત્ર સ્થાનો પૈકીનું પ્રથમ છે. સંત નક્કીરારે ભગવાન મુરુગનના છ પવિત્ર નિવાસસ્થાનોમાં આ સ્થાનને પ્રથમ ગણાવ્યું છે. આ મંદિરમાં ભગવાન શિવ અને મુરુગનની પૂજા થાય છે. છઠ્ઠી સદીમાં પાંડય વંશ દ્વારા પહાડ કોતરીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે પણ દિવસમાં ત્રણ વખત ત્યાં પૂજા અર્ચન થાય છે. આ મંદિર તમિલનાડુના મુખ્ય હિંદુ તહેવાર કાર્તિગઈ દીપમનું કેન્દ્ર છે. આ મંદિરની નજીક એક દરગાહ આવેલી છે, જેને લઈને ઘણા વર્ષોથી આ મંદિર અને પહાડી વિવાદમાં છે. ૧૯૨૩ના નીચલી કોર્ટના ચુકાદા અને ૧૯૩૧ના પ્રીવી કાઉન્સિલના ચુકાદામાં પહાડી પર દરગાહ સિવાયના તમામ ભાગ પર મંદિરનો કબજો સ્થાપિત કરતા ચુકાદાઓ આપવામાં આવ્યા હતા. આ પહાડીની માલિકી અંગે ફરીથી વિવાદ શરુ ત્યારે થયો જયારે એક ભક્તે મદ્રાસ હાઇકોર્ટમાં અપીલ કરી કે દીપમ અનુષ્ઠાન સમારોહને મંદિરના ઊચિપિલર કોવિલ મંડપમથી દરગાહ પાસેની પહાડી પર આવેલા દીપથુનમાં કરવામાં આવે. આ ચુકાદામાં ઉલ્લેખ કરવામાં આવેલ પરંપરાગત સ્થાનનું ખોટું અર્થઘટન કરીને તમિલનાડુ સરકારે આ પરંપરાગત સ્થાન નીચેનો મંડપ છે, તેવું કહીને ઉપરની પહાડી પર દીપ પ્રગટાવવાની માંગ સ્વીકારી નહિ.
આ અંગે ૨૦૨૫માં મંદિર પક્ષ તરફથી નવો દાવો દાખલ કરવામાં આવ્યો અને ગત પહેલી ડિસેમ્બરે તેનો ચુકાદો આવ્યો કે કાર્તિગઈ દીપમ દીપથુન પર જ ઉજવવામાં આવે. પરંતુ સરકારના ઈશારે મંદિર પ્રશાસને તેમ કર્યું નહિ અને દીપ નીચેના મંડપ પર જ પ્રગટાવી દીધો. કોર્ટે સરકારના આ વલણની ગંભીર નોંધ લીધી અને કહ્યું કે આ ઈરાદાપૂર્વક કરવામાં આવેલ કન્ટેમ્પટ ઓફ કોર્ટ છે. કોર્ટે અવમાનના વિરુદ્ધની કાર્યવાહી શરુ કરતા તમિલનાડુની ડીએમકે સરકાર હાઇકોર્ટ પહોચી જ્યાં હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવતા નીચલી કોર્ટના આદેશને યથાવત રાખ્યો. ડીએમકે સરકાર સુપ્રીમ કોર્ટ પહોચી જ્યાં બાબત નિર્ણયાધીન છે. એ સાથે ડીએમકે અને ઈન્ડી ગઠબંધન દ્વારા જે કરવામાં આવ્યું એ હિંદુ પક્ષ માટે આંખ ઉઘડવા જોગ છે. આ એન્ટી હિંદુ એલીમેન્ટ્સ દ્વારા એ જજ વિરુદ્ધ મહાભિયોગ લાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવી જેણે પોતાની ફરજ બજાવતા હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આપ્યો છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા વાડ્રા, સપા નેતા અખિલેશ યાદવ અને ઉદ્ધવ ઠાકરે સહિત ૧૨૦ સાંસદો દ્વારા લોકસભા સ્પીકરને નોટીસ સોંપી છે.
વામપંથી બૌદ્ધિકો, ભાંડ પત્રકારો અને લેખકો, વંશપરંપરાની રાજનીતિથી ભારતની જનતા માથે ઠોકી બેસાડેલા નેતાઓ, દેશના મહત્વના પ્રસંગોએ ગર્ભિત વિદેશયાત્રા પર ભાગી જતા વિપક્ષના નેતા હજુ સુધી એવું માની રહ્યા છે કે હિંદુ આસ્થાને સતત ઠોકરો મારીને સત્તા મેળવી શકાશે. બાબરી ધ્વંશ અને રામમંદિર નિર્માણ દ્વારા હિંદુના ધાર્મિક અને રાજકીય પુનઃજાગરણે મુસ્લિમ તૃષ્ટિકરણ દ્વારા વર્ષો સુધી સત્તા ટકાવી ગયેલા રાજકીય પક્ષોની રાજકીય જમીન ખસકાવી લીધી છે. જેના પરદાદાઓ દક્ષિણના મંદિરોના કોરીડોરમાં ચાલતા ડીપ્રેસ્ડ ફિલ કરતા હતા એ વંશ પરંપરા આજદિન તલક ચાલી આવી રહી છે. આજે એમની આગેવાની હેઠળ એક રાજ્યનો મુખ્યમંત્રી એમ કહી રહ્યો છે કે કોંગ્રેસ મતલબ મુસલમાન અને મુસલમાન મતલબ કોંગ્રેસ. બીજો મુખ્યમંત્રી નાનકડા બાળકોને રાધે રાધે બોલતા અટકાવી રહ્યો છે. દેશના દુર્ભાગ્યે દેશમાં આતંકી હુમલા બાદ દેશમાં એ હુમલાના સમર્થકો પણ મળી આવે છે. એમના પક્ષને મજબૂતીથી રાખવા માટે મોટા ગજાના વકીલો મળી રહે છે. દેશના દુર્ભાગ્યે જેહાદ શબ્દને વાજબી અને પવિત્ર સાબિત કરવા માટે દેશમાં એક બહસ છેડાઈ જાય છે… એમાં કોંગ્રેસ સાંસદનું સમર્થન પણ મળી રહે છે. નક્સલીઓ અને માઓવાદીઓને સમર્થન કરતા રાજકીય પક્ષો અને નેતાઓ દેશમાં હોવા નવાઈ નથી.
કમ્યુનિસ્ટો બાદ કોંગ્રેસ હવે એવા ભ્રમમાં છે કે હિન્દુઓનું અપમાન મુસ્લિમ વોટ એકઠો કરી રાખશે. અભણો એ ભૂલી રહ્યા છે કે એમનું આવું હિન્દુદ્વેશી વલણ અને માનસિકતા ધીમે ધીમે દેશમાં હિંદુ વોટ એકઠો કરી રહી છે. દેશની જનતા આ બધી કડીઓને જોડી રહી છે. નહેરુએ હીઝ હાઈનેસ જામસાહેબને સોમનાથ જીર્ણોધ્ધાર પ્રસંગે હાજરી ન આપવાનો અનુરોધ કરતો પત્ર અને કાર્તિગઈ દીપમ અનુષ્ઠાનનો દીપ પ્રગટાવવાનો આદેશ આપનાર જજ વિરુદ્ધ મહાભિયોગની નોટીસ આ બંને કાગળ એક કડીના મણકા છે. હિંદુઓ ઈતિહાસ ખોદીને તમારા વર્તમાનને તેની સાથે જોડી રહ્યા છે. એંસી ટકા વર્ગને નફરત કરીને, તેના વિરુદ્ધ નીતિઓ અને કાયદાઓ ઘડીને, તેની સહસ્ત્ર વર્ષોની આસ્થાને ઠોકરો મારીને સત્તા પર આવી જવું હવે હિન્દુસ્તાનમાં ખુબ મુશ્કેલ છે. માત્ર ધાર્મિક નહિ, રાજકીય સમજ, રાષ્ટ્રવાદી વિચારસરણી, દેશની વર્તમાન સ્થિતિનું આકલન અને ભવિષ્યના આયોજન બાબતે જનતામાં જે
જાગૃતિ પ્રસરી રહી છે, એ હવે આવી માનસિકતા સાથે કોઈપણ રાજકીય પક્ષોને સત્તા સુધી પહોચવામાં પહાડ બનીને ઉભું રહેશે.
ગુજરાતના તેઝાબી લેખક ચંદ્રકાંત બક્ષીએ એક વખત લખેલું કે રામમંદિર મુદ્દે ભારતના પુંસક અને નપુંસક વર્ગને અલગ પાડી દીધો છે.
ક્વિક નોટ – દુશાસકો, સુશાસકો, પર્શીયાનો સાયરસ અને દરિયાવુશ, યુનાનનો ઇસ્કંદર અને સેલ્યુકોશ, કુશાણોનો કેડફીસસ, બેક્ટ્રીયનોનો મીનેન્દર, શકોનો નહ્પાણ, હુણોના તોરમાણ, મિહિરગુલ, અરબોનો ઈબ્ન કાસિમ, ગઝનવીઓનો મહમદ, ગુલામ, ખીલજી, તુઘલક, સમરકંદનો તૈમૂર, ફરઘાનાનો બાબર, તુર્ક તાતાર મંગોલ, ફિરંગીનો ડી ગામા અને આલ્બુકર્ક, ફ્રેન્ચોનો દુપ્લે અને અંગ્રેજોનો ક્લાઈવ, ઈરાનીઓનો નાદિર કુલી અને અફઘાનીઓનો અબ્દાલી, પાકિસ્તાનના અય્યુબ અને યાહિયાની પેઢીઓની પેઢીઓ આ હિન્દુસ્તાનની ધરતી નીચે દફન થઈને સુઈ ગઈ છે અને એમની ઉપર દર વર્ષે ઘઉં અને બાજરાના ખેતરો લહેરાય છે…… – ચંદ્રકાંત બક્ષી.









































