સાવરકુંડલાના ધજડી ગામના યુવકનો મોબાઈલ હેક કરી રૂપિયા ૯૮,૦૦૦ની ઠગાઈ આચરવામાં આવી હતી. આ અંગે ભરતભાઇ દીલુભાઇ ખુમાણે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના મોબાઇલ ફોનને કોઇ અજાણ્યા ઇસમ દ્વારા કોઇ રીતે હેક કરવામાં આવ્યો હતો. જે બાદ તેમના બેંક એકાઉન્ટમાથી રૂ.૯૮,૦૦૦ની ઠગાઇ આચરવામાં આવી હતી.









































