ગીર ગઢડા સ્થિત SGVP સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે શ્રાવણ માસની પૂર્ણાહુતિ અને અમાસ નિમિત્તે વિશેષ ધાર્મિક આયોજન કરાયું હતું. મારુતિધામ પટાંગણમાં પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ૩ ટન બરફમાંથી કલાત્મક શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તાજા નાળિયેરના પાન, સુગંધી પુષ્પો અને રંગીન બરફથી સજ્જ આ શિવલિંગના દર્શન માટે વહેલી સવારથી જ સેંકડો ભક્તો ઉમટી પડ્‌યા હતા. આ સાથે મારુતિધામમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને ‘શિવ’ લખેલા બિલ્વપત્રના વિશેષ વાઘા ધરાવી શિવમય શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.