આઝાદીના સમય પહેલાં ૧૮૮૮-૮૯ના વર્ષમાં ગાયકવાડ સરકારે દામનગરમાં લોકોનાં જરૂરી કામ થાય તે માટે વહીવટદાર કચેરીનું રૂ. ૨૬૦૯૭. (રૂ. છવ્વીસ હજાર સત્તાણુ)માં નિર્માણ કરેલ. બાજુમાં પોલીસ સ્ટેશન અને ગ્રામ પંચાયત કચેરી માટે ઈમારત બનાવેલ. સમય જતાં અન્ય વિસ્તારોમાં આ વિભાગોની કચેરી નવી બનાવાઈ છે. હાલમાં એક માત્ર જર્જરીત રૂમમાં સીટી સર્વેને લગતી કામગીરી શરૂ છે. જાળવણીના અભાવે આ ત્રણેય ઈમારત ભેંકાર ભાસી રહી છે. માર્ગ અને મકાન વિભાગ પેટા વિભાગ-૨, અમરેલી હસ્તકની આ ત્રણેય ઈમારતોમાંથી બારી, બારણા અને લોખંડ જોવા મળતા નથી. લોકોની અવરજવરને કારણે અને પશુઓ માટે કોઈ જોખમ ઉભું થાય તે પહેલાં સ્થાનિક અને જિલ્લા સરકારી તંત્ર તેમજ લોક પ્રતિનિધિ ધ્યાન આપી આ જર્જરિત ત્રણેય ઈમારત માટે યોગ્ય નિર્ણય લે તેવી માંગ થતી રહે છે.






































