દામનગર ખાતે હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક એવા હજરત ગૌષે આઝમ દસ્તગીર મોટા પીર સાહેબના ઉર્ષ મુબારકની તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ઉજવણી કરવામાં આવી હતી. દામનગર સુન્ની મુસ્લિમ જમાત દ્વારા મોટા પીર સાહેબની દરગાહે ઉર્ષ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મગરીબની નમાજ બાદ આમ નિયાઝ (પ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.







































