દામનગરના દહીંથરા પ્રાથમિક શાળા ખાતે પી.એમ. પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. પી.એમ. પોષણ યોજના સંચાલક, શાળા પરિવાર, વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વિવિધ આહાર ઘટકો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કઠોળ, અનાજ, શાકભાજી તથા ફળોમાંથી મળતા પોષક તત્વો અને તેના મહત્વ અંગે વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આચાર્ય દેવીલાલ, લલિતાબેન ગંગલ, નમ્રતાબેન ગઢાતરા, સોનલબેન મહેતા, જલ્પાબેન, અરવિંદભાઈ, વિનુભાઈ જયપાલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






































