સાવરકુંડલા શહેરમાં લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા શામજીબાપુ ઉપવન વાડી ખાતે રાતલડી વેલકમ નવરાત્રી મહોત્સવ ૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. નવરાત્રીના આ આયોજનમાં શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગરબાની રમઝટ સાથે સમગ્ર વાતાવરણ ઉત્સાહભેર બની ગયુ હતું. આયોજનને સફળ બનાવવા મુખ્ય સ્પોન્સર રસિકભાઈ વેકરીયા, હિરેનભાઈ વેકરીયા તેમજ ઇનામોના દાતા સુર્યા ઢોસા, હર્ષભાઈ કોરાટ અને ગોકુલ જવેલર્સ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. ગોકુલ જવેલર્સ તરફથી લકી ડ્રોનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ અને ત્રણ વિજેતાઓને ગોલ્ડ કોઈનના ઇનામ આપવામાં આવ્યા હતા. અન્ય દાતાઓ દ્વારા પણ કાર્યક્રમમાં સહયોગ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, પૂર્વ ગવર્નર વસંતભાઈ મોવલિયા, સેકન્ડ વાઈસ ગવર્નર જયકિશનભાઈ દેવાણી, નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રકાશભાઈ પાનસુરીયા, કૌશિકભાઈ હપાણી, વિજયભાઈ વસાણી, સુરેશભાઈ દેસાઈ, રમેશભાઈ કાથરોટીયા, કરસનભાઈ ડોબરીયા, દેવચંદભાઈ કોપોપરા, પ્રતિકભાઈ નાકરાણી, દિપકભાઈ બોઘરા, અમિતભાઈ પંડયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પ્રમુખ હિતેશભાઈ નિમ્બાર્ક, ઉપપ્રમુખ વિમલભાઈ વ્યાસ, મંત્રી હિરેનભાઈ માળવી, ખજાનચી દેવાંગભાઈ સેલાણી તેમજ તમામ લાયન્સ સભ્યો, મીડિયા મિત્રો અને પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા લાયન્સ ક્લબના સભ્યોએ સારી એવી જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમ દરમિયાન દાતાઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. લાયન્સ સભ્ય જીગ્નેશ ગળથીયાએ આ આયોજન અંગેની માહિતી આપી હતી.
લાયન્સ ક્લબ દ્વારા યોજાયેલા ગરબા મહોત્સવમાં અગ્રણીઓ, દાતાઓ, સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા








































