(૧)બધાને પ્રિય લાગવું હોય તો શું કરવું પડે?
દર્શન પટેલ (વડોદરા)
તમારું નામ પ્રિય રાખી દો. પછી જોજો તમે બધાને પ્રિય જ લાગશો!
(૨)હમણાં સાવ નવરો છું. સમય પસાર થાય એવી કોઈ પ્રવૃત્તિ બતાવશો?
રામભાઈ પટેલ (સુરત)
આઘાપાછી કરો.
(૩)ધરતીને પાતાળ સુધી ખોદી નખાય તો નીચે શું જોવા મળે?.
રમેશભાઇ એમ.રાવલ (બગસરા)
કદાચ ત્યાં બલિરાજા બેઠા હોય!
(૪)આજના યુવાનોનો સળગતો સવાલ કયો છે?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
એ જ કે ક્યાંયથી ઠરેલા જવાબ કેમ મળતા નથી?!
(૫)વાંદરો આપણા હાથમાંથી ફોન ઝૂંટવી ને નાસી જાય તો ફરિયાદ કરી શકાય?
કનુભાઈ પરમાર (દામનગર )
ફોન બીજો લઈ લેજો ભાઈ..પણ વિચાર કરો કે વાંદરા ફોન ઝૂંટવી જાય તો જીવવું કેમ?!
(૬)માણસના પૂર્વજો આદમ અને ઈવ છે તો પછી આ જ્ઞાતિના વાડા કેમ પડી ગયા?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
બન્ને નામના પહેલા અક્ષર જુઓ. આ અને ઇ!
(૭) મેં મૂછાળા મેનામાસીની વાર્તા વાંચી છે તો એ કેવાં હોય?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા )
આનો જવાબ માસા પાસે પણ નથી તો મારી પાસે ક્યાંથી હોય?
(૮)સાહેબ! ફેર ફુદરડી ફરવામાં ફેર ચડે તો ફેરા ફરવામાં ફેર કેમ ન ચડે?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
ફેર ન ચડે એટલા માટે જ ગોરદાદા એકધારા મંત્ર બોલ્યા કરે છે!
(૯)મોબાઈલમાં કેવી રિંગ રાખવી કે જે બીજા કરતાં અલગ હોય?
નીરવ ડણાક (અમદાવાદ)
ઓફિસમાં બોસ ખીજાતા હોય એની રિંગ બનાવો..બોસ ખીજાય એવા ન હોય તો પત્નીનો અવાજ પણ ચાલે.
(૧૦)તમને મેસેજ કરું તો જવાબ આપો?
રમાબેન પટેલ (અમદાવાદ)
હા, પણ પછી હમમ હમમ ન લખ્યા કરતા.
(૧૧) ભૂખ્યા બેઠા બેઠા મોબાઇલનો ટફન ગ્લાસ મગાવવો કે નહી એ વિચારું છું. શું કરવું?
ટફન ગ્લાસનું રહેવા દો. ટિફિન મંગાવી ને જમી લો.
શૈલેષ દવે (અમરેલી)
(૧૨)ટ્રંપ ટેરિફ યુદ્ધ કરે છે એને અટકાવવા તમે શું કરી શકો ?
રાજુ એન. જોષી ધરાઈ (બાલમુકુંદ)
હું અમેરિકાવાળા સવાલ પૂછે ત્યારે એના જવાબ પર ટેરિફ નાખવાનો છું.
(૧૩)હવેથી ઘરમાં ફર્નિચર શું કામ થાય છે?
માહીબેન ડણાક (અમરેલી)
નિશાચર(ચોર)ને ગોટે ચડાવવા.
(૧૪)આટલું શ્વાન શ્વાન સાંભળી તમને સપનામાં તો શ્વાન નથી આવતા ને?
મીરાંબેન મેતરા (સુખપુર)
ના, શ્વાનને સપનામાં હું આવતો હોઉં તો ખબર નથી.
(૧૫) ઘરનાં દેવી યુધ્ધે ચડે ત્યારે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
બિવડાવો મા બેન!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..