ટીંબી સ્થિત સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ખાતે ૩૮ વર્ષીય યોગેશપરી ગોસ્વામીના L1 કરોડરજ્જુના ફ્રેક્ચરની સફળ સર્જરી કરવામાં આવી હતી. દર્દી ૭ ફૂટ ઊંચાઈ પરથી પડી જતાં કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતું. Spine Surgeon ડો.ધ્રુમીલ પટેલ (MS Orthopedics) દ્વારા Minimally Invasive Spine Surgery પધ્ધતિથી 3-Level Fixation કરવામાં આવ્યું હતું. સર્જરી દરમિયાન મોટા ચીરા કર્યા વિના આસપાસના મસલ્સને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે ન્યૂનતમ ચીરા અને ટાંકા સાથે સારવાર કરવામાં આવી હતી. દર્દીને સર્જરી દરમિયાન બ્લડ પ્રેશરની ગંભીર સમસ્યા હોવાથી Anesthetist ડો.મિહીર પટેલ દ્વારા સતત દેખરેખ રાખી યોગ્ય સંચાલન કરવામાં આવ્યું હતું. સર્જરીમાં ડો. ઋÂત્વક (Medical Officer) તથા ડાભી નાનુભાઈ
(OT Assistant)નો પણ સહયોગ રહ્યો હતો. આ પ્રકારની સર્જરીનો અન્યત્ર અંદાજે રૂ.૪ લાખ સુધીનો ખર્ચ થઈ શકે છે, પરંતુ હોસ્પિટલમાં આ સર્જરી સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવી હતી.