બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે. બાદશાહ તેના નવા ગીત ‘ટટીરી’ને લઈને વિવાદમાં આવ્યા છે. હરિયાણા મહિલા આયોગે ગીતમાં વપરાયેલા લિરિક્સ અને વિઝ્યુઅલ સામે વાંધો ઉઠાવ્યો છે. હરિયાણામાં ઘણી જગ્યાએ રેપર વિરુદ્ધ એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે, અને તેની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. બાદશાહે હવે આ વિવાદ માટે માફી માંગી છે. ‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જાડીને માફી માંગી છે.
બાદશાહે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેણે ગીત ‘ટટીરી’ને લઈને લોકોને થયેલી અસુવિધા બદલ માફી માંગી હતી. તેણે કહ્યું, “મારું નવું ગીત રિલીઝ થયું છે અને હું જાઉં છું કે તેના એક ભાગમાં મારા લિરિક્સ અને વિઝ્યુઅલના કારણે જે સંદેશ આપવામાં આવ્યો છે તેનાથી ઘણા લોકોની ખાસ કરીને મારા રાજ્ય હરિયાણાના લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે.”
બાદશાહે કહ્યું કે, “સૌ પહેલા હું એ કહેવા માંગુ છું કે હું પોતે હરિયાણાનો છું. જે લોકો મને ઓળખે છે તેઓ જાણે છે કે મારી બોલી, ખાન-પાનની ટેવ, જીવનશૈલી, મારી ઓળખ, બધું જ હરિયાણાનું છે. હું ગર્વથી હરિયાણવી છું. હરિયાણાના કોઈપણ બાળક કે મહિલા વિશે આવી અભદ્ર વાતો કહેવાનો મારો ક્્યારેય કોઈ ઇરાદો નહોતો. હું પોતે હિપ-હોપ ઝોનર છું. ગીતના લિરિક્સ ક્્યારેય કોઈ સ્ત્રી કે બાળક માટે નહોતા અને હું ક્્યારેય આવું કંઈ કરીશ નહીં.”
વધુમાં બાદશાહે જણાવ્યું કે, ‘મે હંમેશા હરિયાણાના કલ્ચરને આગળ વધારવાની કોશિશ કરી છે. જા આ ગીતથી જા કોઈની ભાવનાને ઠેસ પહોંચી છે તો હું માફી માંગુ છુ. હું આશા રાખુ છુ કે, તમે મને હરિયાણાનો દીકરો સમજીને માફ કરો.’
બાદશાહના ‘ટટીરી’ ગીતમાં “આયા બાદશાહ ડોલી ચઢાને, ઈન સબકી ઘો બનાને…” આ લાઈનનો ઘણા લોકોએ વિરોધ કર્યો છે. ગીતના લિરિક્સમાં અશ્લીલતા હોવાને કારણે હરિયાણામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેના કારણે પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. પોલીસે બાદશાહને શક્ય તેટલી વહેલી તકે હાજર થવાનો આદેશ આપ્યો છે. તેને દેશ છોડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.