જીરા ગામના સરપંચ તરીકે ફરજ બજાવતા દક્ષા બેન ચોડવડિયાએ આજે તાલુકા વિકાસ અધિકારી TDO ને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. તાજેતરમાં તેઓ નેસડી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ તરફથી વિજયી બન્યા હોવાથી નિયમ મુજબ એક હોદ્દો છોડવો જરૂરી બન્યો હતો. જેના અનુસંધાને તેમણે સરપંચ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો. દક્ષા બેનના કાર્યકાળ દરમિયાન ગામના વિકાસ માટે અનેક કામગીરી હાથ ધરાઈ હતી, જેને લઈ ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. હવે તેઓ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે વિસ્તારના વિકાસ માટે વધુ સક્રિય ભૂમિકા નિભાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.










































