અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળોએથી ૨૧ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ ઝડપાયો હતો. જેમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે કુલ ૬૬ લિટર દેશી દારૂ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ ઉપરાંત, જિલ્લામાંથી વિવિધ સ્થળોએથી ૧૦ લોકો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં રખડતા-ફરતા મળી આવ્યા હતા.







































