બાબરા તાલુકાના લુણકી ગામે ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાથી અને ઘરઆંગણે મળી રહે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય પ્રભાતભાઈ કોઠીવાળ, તુષારભાઈ રામાણી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કિરીટભાઈ બગડા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયાબેન ગેલાણી, તાલુકા ભાજપ ઉપપ્રમુખ સુરજીતભાઈ ડેર, તાલુકા કિસાન મોરચા પ્રમુખ સુરેશભાઈ દેસાઈ, ઇંગોરાળા સરપંચ ધર્મેશભાઈ ડેર, લુણકી સરપંચ પરેશભાઈ કથીરિયા, ખાખરીયા સરપંચ વિપુલભાઈ કાચેલા તથા તાલુકા વિકાસ અધિકારી હસમુખ બાવળીયા ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ગ્રામજનોની અરજીઓ સ્વીકારી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આવક, જાતિ, આવાસ, આધારકાર્ડ અને સામાજિક સુરક્ષા સહિતની સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ગ્રામજનોએ કાર્યક્રમનો લાભ લઈ જરૂરી અરજીઓ રજૂ કરી હતી.