સાવરકુંડલાના ભંગારના વેપારીનો મોબાઈલ ફોન રીક્ષાની પેટી પરથી પડી ગયો હતો. આ અંગે અજયભાઈ માવજીભાઈ વાઘેલા (ઉં.વ.૩૨)એ જાહેર કર્યા મુજબ, તેઓ નાના ભમોદ્રા ગામથી સાવરકુંડલા તરફ આવી રહ્યા હતા, ત્યારે તેમણે પોતાની ભાર રીક્ષાની પેટી પર મોબાઈલ મૂક્યો હતો. જે રસ્તામાં નાના ભમોદ્રાથી એકાદ કિલોમીટરના અંતરે ક્યાંક પડી ગયો હતો. દરમિયાન રૂ. ૫૧,૯૯૯ની કિંમતનો આ મોબાઈલ કોઈ અજાણ્યો ઇસમ મેળવીને જતો રહ્યો હોવાથી ચોરી થયા અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ એન. વી. શિયાળ વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































