ધારીના એડીશનલ સેશન્સ જજ એસ.સી. ગાંધીએ પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો, મારામારી તથા લુંટના ગુન્હામાં માણાવાવ ગામના સરપંચ બાબભાઈ ઓઢાભાઈ વાળા, શીવરાજભાઈ બાબભાઈ વાળા, ગટુભાઈ ઓઢાભાઈ વાળા, જસકુભાઈ અમકુભાઈ વાળા, જોરૂભાઈ ઓઢાભાઈ વાળા અને હનુભાઈ બાબભાઈ વાળાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. તા. ૧૫-૦૯-૨૦૧૯ના રોજ પોલીસ કોન્સ્ટેબલ જયસુખભાઈ લખમણભાઈ મકવાણા સમન્સ બજાવવા જતા હતા ત્યારે લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો થયાની તથા રૂ. ૧૦૦૦/-ની લુંટની ફરીયાદ નોંધાઈ હતી. તપાસ અધિકારી એ.વી. પટેલે આઈ.પી.સી. તથા જી.પી. એકટની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ કરી હતી. ટ્રાયલ દરમિયાન ફરીયાદ પક્ષે ઘણા મૌખીક તથા લેખિત પુરાવાઓ રજુ કર્યા, છતાં કેસ સાબીત કરવામાં નિષ્ફળ રહ્યો. આરોપીઓ તરફે સીનિયર એડવોકેટ ઉદયન ત્રિવેદી, વી.એ. વાળા, યુ.એચ. દેવાયતકા અને એસ.બી. ભગત રોકાયેલા હતા.