જાફરાબાદમાંથી દારૂની ૮૫ અને બિયરની ૨૪ બોટલ સાથે બે યુવકો ઝડપાયા હતા. સરફરાજભાઇ હનીફભાઇ થૈયમ ઉર્ફે રઘુ (ઉ.વ.૨૫) તથા શાકીરભાઇ જુમાભાઇ ભરચ (ઉ.વ.૨૧) મોટરસાયકલ લઈને પસાર થતા હતા, ત્યારે પોલીસે તેમને અટકાવી તલાશી લેતાં વિદેશી દારૂની ૮૫ અને બિયરની ૨૪ બોટલ મળી આવી હતી.
પોલીસે કુલ રૂ. ૭૯,૦૯૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત, જિલ્લામાં વિવિધ સ્થળેથી ૨૮ ઇસમો દેશી દારૂ સાથે ઝડપાયા હતા, જ્યારે ૨૪ લોકો
પાસ પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.






































