જામનગર જિલ્લાના કાલાવડમાં ચોરીના ગુનાને અંજામ આપીને પોલીસથી બચવા નાસતા ફરતા એક આરોપીને અમરેલી ન્ઝ્રમ્ (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે ઝડપી પાડ્યો છે. એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર સી.પી.વાઘેલાની રાહબરી હેઠળની ટીમે બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે, જામનગરના કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી રોહીત ઉર્ફે પાગો ધીરૂભાઈ માળી (ઉ.વ.૨૩, રહે. રાજુલા) ને રાજુલા ટાઉનમાંથી ઝડપી પાડ્યો છે. આ સફળ કામગીરીમાં પી.આઈ. સી.પી.વાઘેલા સહિત એ.એસ.આઈ. બહાદુરભાઈ, હેડ કોન્સ. ગોકુળભાઈ, જનકભાઈ, નીલેશભાઇ અને પો.કોન્સ. યુવરાજસિંહ, રવિરાજભાઈ તથા મહેશભાઇ જોડાયા હતા.








































